Grassland Managements

Grassland Managements

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દાહોદ અને પંચમહાલ જીલ્લામાં ધાસનું ઉત્પાદન આપતા વિસ્તારો છે. જેને વીડી, રખાલ કે ધાસ બીડ તરીકે ઓળખવામાં આવે છે.

આ વીડી, રખાલ કે ધાસ બીડ અનામત તેમજ બીન અનામત એમ બે પ્રકારનાં છે. સામાન્ય રીતે અનામત વીડીમાંથી વનખાતા દ્વારા ધાસ એકત્રીકરણ, સંગ્રહની કામગીરી કરાવવામાં આવે છે. જયારે બીન અનામત વીડીઓ તથા કેટલીક અનામત વીડીઓ સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંકઃ ઓએમએસ/૧૦૮૨/એમઆર/૧૮૨/વ-૨, તા.૧૮-૧૨-૮૪ (નકલ સામેલ) થી નક્કી કરાયલે નીચે મુજબના અગ્રતાક્રમ મુજબ ધાસ વાઢીને લઈ જવા માટે આપવામાં આવે છે.

(૧)ગૌશાળા અને પાંજરાપોળ કે જે ગૌસંવર્ધનનું કામ કરતી હોય તેવી સંસ્થાઓ.
(૨)માલધારી સહકારી મંડળીઓ.
(૩)ગ્રામ પંચાયતો.
(૪)દુધ સહકારી મંડળીઓ.

અગ્રતા ક્રમ-૪ આગળ દર્શાવેલ સંસ્થાઓ અંગે અન્ય કોઈ પણ મંડળી પ્રથમ ૩ સંસ્થાની માંગણી ન હોય તો વીડી મેળવવા પાત્ર રહેશે. ઉપરોકત કોઈ પણ માગણીદાર ન હોય તો આવી વીડીઓ જાહેર હરાજીથી ઈજારાદારને આપવામાં આવે છે. રાજ્યમાં નીચેની વિગતે વીડીઓ છે.

પ્રકારસંખ્યાવિસ્તાર હેકટરમાં
અનામત વાડીઓ૧૩૩૬૯૬૧૦.૨૦
બિન અનામત વાડીઓ૪૬૩૪૮૪૬૧.૦૪
૫૯૬૧૧૮૦૭૧.૨૪

સરકારશ્રીના તત્કાલીન ખેતી, વન અને સહકાર વિભાગના પત્ર ક્રમાંકઃ એમએફપી/૧૦૬૮/૬૬૪૬૪-પી, તા.૨૩-૧૨-૬૮ (નકલ સામેલ) અનુસાર એકત્ર કરેલ ધાસ પૈકી ગોદામમાં સંગ્રહિત ધાસ ત્રણ વર્ષ સુધી અને ત્યારબાદ પણ સારી સ્થિતમાં હોય તો વધુ એક વર્ષ સુધી તથા ગંજી સ્વરૂપે સંગ્રહિત ધાસ એક વર્ષ સુધી સંગ્રહિત રાખવાનું હોય છે. અછત જેવી પરિસ્થિતમાં આ ધાસ રાહત હેતુ આપવાનું હોય છે. જેનાં વહિવટ/વહેંચણી રાહત કમશ્નરિશ્રી તરફથી થતું હોય છે. જો ધાસનો ઉપાડ ન હોય તો ઉપર મુજબ હરાજી દ્વારા નિકાલ કરવાનો રહે છે.

સરકારશ્રીના તત્કાલીન ખેતીવાડી અને સહકાર વિભાગના ઠરાવ ક્રમાંક એમએફપી/૧૦૬૮/૬૬૪૬૪-પી, તા.૨-૧૨-૬૮ (નકલ સામેલ) થી ગોદામના દાસ પર ૧૦ ડ તથા ગંજીના ધાસ પર ૨૫ડ ધટનું ધોરણ ઠરાવેલ છે. સરકાશ્રીના તત્કાલીન ખેતી, વન અને સહકાર વિભાગના પરિપત્ર ક્રમાંકઃ એમએફપી/૧૦૭૯/૧૦૦૯૭૨-પી-૨, તા.૦૮-૦૪-૮૦ (નકલ સામેલ) ની સુચના મુજબ જયાં સુધી ત્રણ વર્ષથી વધુ સમયનું નહિ તેવુ જુનું ધાસ (ખાવાલાયક) સલકિમાં હોય ત્યાં સુધી નવું ધાસ વતરિણ માટે છુટું કરવાનું નથી. છેલ્લા ત્રણ વર્ષ નું ધાસ એકત્રીકરણ નીચે મુજબ છે

વર્ષએકત્રિતી કરાયેલ ધાસ
(લાખ કિ.ગ્રા.)
૨૦૦૦-૦૧૮૭.૭૩
૨૦૦૧-૦૨૧૫૧.૯૭
૨૦૦૨-૦૩૮૮.૫૦

રાજ્યમાં કપરા દુષ્કાળના સમયે પશુધનને રાહત થાય તે માટે બીન અનામત વીડીઓ પણ અપવાદરૂપ સંજોગોમાં સરકારશ્રી દ્વારા ચરિયાણ સારૂ છુઠ્ઠી કરવામાં આવે છે સને ૨૦૦૨-૦૩ ના વર્ષમાં સરકારશ્રી દ્વારા કુલ ૪૦૦૨૦.૧૫ હેકટર વિસ્તાર ધરાવતી ૩૯૭ બિન અનામત વીડીઓ તા.૩૦.૦૬.૦૩ સુધી ચરિયાણ માટે છુટી કરેલ હતી, અલબત વીડીઓમાંથી ધાસ વાઢીને આપવાની પધ્ધતિ ચરાણ માટે આપવાની પધ્ધતિ કરતા વીડીઓની ઉત્પાદન ક્ષમતા માટે વધુ ફાયદા કારક હોવાનો વન વિભાગનો મત હોય છે.

સરકારશ્રીના તાત્કાલીન કળષિ અને વન વિભાગના ઠરાવ ક્રમાંક એમએફપી/૧૦૭૨-૯૩૩૩૨-વ.૨, તા.૦૩.૦૯.૮૨ થી રાજ્યની ચરિયાણ નીતી નક્કી કરાયેલ છે. વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ ક્રમાંકઃએમએફપી/૧૦૭૨/૯૩૩૩૨/પાર્ટ-૨/વ-૨, તા.૦૮.૦૮.૮૪ થી અનામત વીડીઓમાં તળિયાટા ચરિયાણ બંધ કરવામાં આવેલ છે.

Also it is advisable to visit buy.guru for best soundbar in India.