|
|
Citizen Charter
|
аЄµаЄЁ аЄµаЄїаЄаЄѕаЄ—аЄЁа«Ђ аЄ†аЄЄаЄЁа«Ђ પાસે અપેક્ષાઓ
-
પોતાના કામ માટે શાખા અધિકારી કે કચેરીના વડાને જ મળો
-
રજૂઆત ટૂંકાણમાં અને મુદ્દાસર આપો જે અન્યને માટે તથા કચેરી માટે એ ખૂબ જરૂરી છે.
-
શક્ય હોય તો અરજી રજૂ કરતાં પહેલાં જ તેને લગતી જાણકારી મેળવો. જરૂરી હોય તેવા ફૉર્મસ, સમયમર્યાદા, કોના અધિકારમાં છે તે, વિગેરે જાણકારી મેળવો.
-
આપના પ્રશ્નની આપ જાતે જ રજૂઆત કરો, તે સૌથી ઉત્તમ અને વિવેકપૂર્ણ માર્ગ છે.
-
જયારે અરજી રજૂ કરો ત્યારે સંપૂર્ણ માહિતી / આધાર - પુરાવા રજૂ કરવા. ખૂટતી બાબતો અંગે પૂછપરછ કરી જાણકારી મેળવો.
-
કચેરીના ટેલિફોન, સાહિત્ય, સ્ટેશાનરી, ઉપયોગ કરવો જ પડે તો રજા મેળવીને જ તેમ કરો.
-
સ્વચ્છતા, શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાઓ. તેની આપણને સૌને જરૂર રહે છે.
-
લંબાણપૂર્વકની રજૂઆત અને વધુ સંખ્યામાં માણસો કરતા મુદ્દાસર, ટૂંકી અને સૌજન્ય પૂર્ણ રજૂઆત વધુ ફળદાયી નીવડશે
-
ગોપનીય હોય તેવી માહિતી મેળવવાનો આગ્રહ જતો કરો.
-
અનિવાર્ય ન હોય તો સોમવાર અને ગુરુવારે મુલાકાતના નિયત સમયે જ શાખા અધિકારી કે કચેરીના વડાને મળવાનું રાખો. પોતાના નામ અને કામની વિગતની ચિઠ્ઠી અવશ્ય મોકલો.
-
સર્વે કર્મચારી, અધિકારીઓ પ્રામાણિકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શાકે તે માટે તેમની નિમણૂંક બદલી અંગે બાહૃય હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
-
નક્કી થયેલા કાયદા - નિયમો વિરુદ્ધ વહિવટી તંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહૃ્‍ય રીતે દબાણના પ્રયત્નો ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
|
|