Social Forestry

Vankutirs & Van Chetna Kendras

વન વિભાગ દ્વારા ગામ્ય અને રાષ્ટ્રીય રસ્તાઓ ઉપર વનકુટિર બનાવવામાં આવે છે. જેનો આશય રસ્તાઓ ઉપર ચાલતાં લોકો વન કુટિર ઉપર આશ્રય અને વિસામો લઈ શકે અને વન વિભાગની પ્રવૃત્તિઓ જોઈ શકે સામાન્યતઃ રસ્તાઓનાં ત્રીભેટે વન કુટિર બનાવવામાં આવે છે. વિવિધ રસ્તાઓ ઉપર યાત્રિકોનાં વિસામો માટે અગ્રતા યાદીનાં આધારે વન કુટિર બાંધવામાં આવે છે. આ અંગે સ્થળ પસંદગી વન વિભાગ કરે છે. ધાઠ્ઠમક સ્થળ ઉપર વધારે ચાલતાં જતા લાભાર્થી‍ઓ હોય તેવા રસ્તાઓ ઉપર વન કુટિર બનાવવામાં આવે છે. જેથી ચાલતાં જતા લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે, વન કુટિર એવા રસ્તાઓ ઉપર બનાવવામાં આવે છે કે જે પાકા રસ્તા હોય અને લોકો તે રસ્તા ઉપર વધુ પ્રમાણમાં ચાલીને જતા હોય, વન કુટિર ઉપર વન વિભાગની વિવિધ પ્રવૃત્તિને લગતાં પોસ્ટરો લગાડવામાં આવે છે. જેથી લોકો વિસામો લેતી વખતે આ પોસ્ટરો જુએ, વાંચે અને વન વિભાગની પ્રવૃત્તિઓ અંગેની જાતમાહિતી મેળવે.

ગ્રામ પંચાયતો દ્વારા જે તે રસ્તા ઉપર વન કુટિર બનાવવાની માંગણીઓ આવે છે. જે ધ્યાને લઈ સ્થળ ચકાસણી કરી જે રસ્તા ઉપર વન કુટિર બનાવવા યોગ્ય જણાય તે જગ્યા એ વન વિભાગ દ્વારા વિનામુલ્ય વન કુટિર બનાવી આપવામાં આવે છે.