|
|
Citizen Charter
|
аЄ•аЄѕаЄ°а«ЌаЄЇаЄЄаЄ¦а«ЌаЄ§аЄ¤аЄї
-
દરેક અરજદારને તેમની અરજીની પહોંચ આપવામાં આવશે.
-
દરેક પ્રકારની માહિતી અને ફૉર્મ ઉપલબ્ધ બનશે.
-
દરેક પ્રકારની અરજીઓના નિકાલ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
-
જુદા જુદા નિર્ણયો લેવા માટેના ધારા ધોરણ નક્કી કરાયેલા છે.
-
અપવાદરૂપ કિસ્સાઓ સિવાય અરજદારને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે.
-
નાગરિકો તથા અરજદારોના સૂચનો સ્વીકારવામાં આવશે.
-
યોજનાઓની પદ્ધતિઓ, સમય મર્યાદા અને ધારાધોરણોની પૂરતી જાહેરાત કરવામાં આવશે.
-
કચેરીમાં આવતા તમામ અરજદારોને જે તે અધિકારી સાથે મુલાકાતના અધિકારો રહે છે.
-
કોઈપણ અરજદાર પોતાની ફરિયાદ અંગે કચેરીના વડાને રજૂઆત કરી શકે છે.
-
અધિકારપત્રનું વખતો વખત મૂલ્યાંકન કરી જરૂરી ફેરફાર કરવામાં આવશે. અને તેની જાહેરાત કરવામાં આવશે.
-
આ અધિકારપત્ર નોન જસ્ટીશીયેબલ છે તેમ છતાં તેનો ચુસ્ત અને પ્રમાણિક અમલ કરવામાં આવશે.
-
તમામ કચેરીઓ કામકાજના દિવસોમાં સમયસર સવારે ૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધી ખુલ્લી રહે છે.
-
સમય મર્યાદા, જવાબની ગુણવત્તા તથા માહિતી આપવાની ના પાડેલ હોય તેવા કિસ્સાઓની આંતરિક સમીક્ષા કરવામાં આવશે.
|
|