Forests

Production Forestry

Non-Timber Forest Production

Introduction

ભારતીય વન અધનયમિ હેઠળ વન પેદાશ એટલે ભારતીય વન અધિનયમ કલમ-૪ અન્વયે વન પેદાશમાં, જંગલોમાંથી મળેલા હોય કે ન હોય તેમ છતાં ઇમારતી લાકડું, કોલસા, કાથો, લાકડાનું તેલ, રેજીન કુદરતી વાર્નશિ, છાલ, લાખ, મહુડાના ફૂલ તથા ફળ વિગેરેનો સમાવેશ થાય છે.

નીચેની વસ્તુઓ જંગલમાં મળેલ હોય અને જંગલમાંથી જ ભેગી કરી હોય તેને વન પેદાશ ગણવામાં આવે છે. ઝાડ અને પાંદડા, ફૂલો, ફળ, ધાસ , વેલા વન્ય પ્રાણી અને તેની ચામડી, હાથી દાંત, શીંગડા, હાડકાં, રેશમ, કકુન્સ, મધ, મીણ અને પ્રાણીઓના બીજા ભાગો, મણકો, માટી, માટીનું ઉપલું પડ તથા પાણી તથા ખનીજોનો સમાવેશ થાય છે.

ભુરીયા સમિતિની ભલામણના અનુસંધાને ગુજરાત પંચાયત સુધારા અધિનિયમ -૧૯૯૮ થી અનુસૂચતિ વિસ્તાર (શીડયુલ) વિસ્તાર માટે ગૌણ વન પેદાસ એકત્રીકરણ અને સંગ્રહ વેચાણની કામગીરી પંચાયતોને તબદીલ કરવામાં આવેલ છે. શીડયુલ જંગલ વિસ્તાર જેવા કે, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ, નવસારી, વલસાડ દ્વારા સને ૨૦૦૦ થી આ કામગીરી સંભાળી લીધેલ હોય જે તે ગ્રામ પંચાયતોને ગૌણ પેદાશોમાંથી મેળવેલ ઉપજ જીલ્લા પંચાયતોએ વહેંચણી કરવાની થાય. જે તે શીડયુલ વિસ્તારનો જંગલની વન ઉપજની માલકી પંચાયતની થતી હોય વન વિસ્તારમાંથી બિન ઇમારતી વન ઉપજ અધિકૃત કરેલ એજન્ટના માણસો સંગ્રહ કરી શકે છે અને આવક મેળવી શકે છે. અમુક વિસ્તારમાં સહભાગી વન વ્યવસ્થા અમલમાં છે. અને બિન ઇમારતી વન ઉપજના સમિતીના સભ્યો પુરેપુરા લાભો મેળવી શકે છે.